ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે.. આ ઉદઘાટન સાથે જ શ્રી મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને સંમાન આપશે..
રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય સ્મારક અને સ્થાયી રાષ્ટ્રીય મહત્વના પ્રેરણાત્મક સંકુલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આશરે 230 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અને 65 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા, આ સંકુલને નેતૃત્વ મૂલ્યો, રાષ્ટ્રીય સેવા, સાંસ્કૃતિક ચેતના અને જાહેર પ્રેરણાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કાયમી રાષ્ટ્રીય સંપત્તિ તરીકેની સંકલ્પના સાથે તૈયાર કરાઇ છે.
આ સંકુલમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓ છે, જે ભારતના રાજકીય વિચાર, રાષ્ટ્ર નિર્માણ અને જાહેર જીવનમાં તેમના મુખ્ય યોગદાનનું પ્રતીક છે. તેમાં કમળ આકારના માળખાના રૂપમાં ડિઝાઇન કરાયેલ એક અત્યાધુનિક સંગ્રહાલય પણ છે, જે લગભગ 98 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.