ડિસેમ્બર 23, 2025 8:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત—ન્યૂઝિલૅન્ડ મુક્ત વેપાર સમજૂતી કરાર – F.T.A.-ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં સંપન્ન ભારત—ન્યૂઝિલૅન્ડ મુક્ત વેપાર સમજૂતી કરાર – F.T.A.-ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું, આ મહિલાઓના નેતૃત્વમાં ભારતની પહેલી સમજૂતી છે. તેમણે કહ્યું, વાટાઘાટકારોમાં લગભગ તમામ મહિલાઓ ઉપસ્થિત હતી. શ્રી મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના એક લેખને શૅર કરતા એ વાત પર ભાર આપ્યો કે, ભારતના આજના F.T.A. માત્ર કર ઘટાડા સુધી મર્યાદિત નથી, પરંતુ અર્થતંત્રને મજબૂત બનાવવા તથા લાખો લોકોના જીવનસ્તરને વધુ સારા બનાવવાના વ્યાપક મિશનનો ભાગ છે.
શ્રી ગોયલે પોતાના લેખમાં આ વેપાર સમજૂતીને ભારતની વેપાર રાજદ્વારીમાં એક મહત્વની ગણાવી. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, F.T.A. દેશભરમાં નાના વ્યવસાય, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે વધુ તકનું સર્જન કરીને વિકાસ, રોજગાર અને વૈશ્વિક બજાર સુધી પહોંચના નવા રસ્તા ખોલશે.
વાણિજ્ય મંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપન્ન થયેલો આ સાતમો વેપાર સમજૂતી કરાર છે, જે વૈશ્વિક વેપાર ભાગીદારીનું વિસ્તરણ કરવાના સતત પ્રયાસને દર્શાવે છે. તે ભારતની વિકાસગાથાને પૂરક બનાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.