ડિસેમ્બર 21, 2025 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં 10 હજાર 600 કરોડથી વધુના ખર્ચે ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રદેશમાં ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખાતરની આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને રોજગારની તકો ઉભી કરશે.
શ્રી મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખાતર પર નોંધપાત્ર સબસિડી પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં આસામ મુખ્ય ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ડબલ એન્જિન સરકાર હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉભી કરાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવી રહી છે. 2014 માં, સમગ્ર દેશમાં ફક્ત 22.5 મિલિયન મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન થયું હતું. દસથી અગિયાર વર્ષની મહેનત પછી, આ ઉત્પાદન વધીને આશરે ત્રણસો છ લાખ મેટ્રિક ટન થયું છે. શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઘૂસણખોરોને બચાવવા માટે SIRનો વિરોધ કરી રહી છે.
આ પહેલા, પ્રધાનમંત્રીએ ગુવાહાટીના પશ્ચિમ બોરાગાંવમાં શહીદ સ્મારક વિસ્તારમાં આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી મોદીએ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના ભાગ રૂપે ગુવાહાટીમાં આસામના 25 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ચર્ચાઓ બ્રહ્મપુત્ર નદી પર ક્રુઝ પર થશે. શ્રી મોદીએ ગઈકાલે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.