ડિસેમ્બર 21, 2025 2:33 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને પ્રદેશમાં કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૨.૭ લાખ મેટ્રિક ટન હશે. આસામની ખાતરની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત, આ પ્લાન્ટ પડોશી રાજ્યોને લાભ આપશે, ખાતરની આયાત પર નિર્ભરતા ઘટાડશે, નોંધપાત્ર રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે તેવી અપેક્ષા છે.
આ અગાઉ, પ્રધાનમંત્રીએ ગુવાહાટીના પશ્ચિમ બોરાગાંવ ખાતે શહિદ સ્મારક ક્ષેત્ર ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી મોદીએ આજે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ક્રૂઝ પર આસામના 25 તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે, સંવાદ કર્યો.
ગઈકાલે, શ્રી મોદીએ ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન તેમજ સંકુલના પ્રવેશદ્વાર પર આસામના પ્રથમ મુખ્યમંત્રી ભારતરત્ન લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આસામ અને સમગ્ર પૂર્વોત્તર ભારતના વિકાસ માટે એક નવા પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યા છે.