પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. રાજ્યની તેમની મુલાકાતના બીજા દિવસે, શ્રી મોદી બ્રહ્મપુત્ર નદી પર ક્રુઝ શિપમાં મુસાફરી કરતી વખતે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના ભાગ રૂપે 25 શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી આસામ ચળવળના 860 શહીદોની યાદમાં ગુવાહાટીના પશ્ચિમ બોરાગાંવમાં નવનિર્મિત શહીદ સ્મારક વિસ્તારની મુલાકાત લેશે.
દરમ્યાન ગઈકાલે પ્રધાનમંત્રીએ ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અત્યાધુનિક નવી ટર્મિનલ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. તેમણે એરપોર્ટ પર આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. આશરે એક લાખ 40 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી, નવી ટર્મિનલ ઇમારત વાર્ષિક એક કરોડ 30 લાખ મુસાફરોની ક્ષમતા અનુસાર ડિઝાઇન કરાયેલ છે. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં રાજ્યમાં ઘણા ઐતિહાસિક માળખાગત પ્રોજેક્ટ્સ શરૂ અને પૂર્ણ થયા છે.
Site Admin | ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે