પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાના દરેક મૃતકોના વારસદારો માટે પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.દરમિયાન વાસણા સોગઠી ગામે આ તમામ મૃતકોની આજે સવારે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.એક સાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ
હતી.સ્મશાન યાત્રામાં દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ સાંસદ હસમુખ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને
મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે
