ડિસેમ્બર 20, 2025 8:22 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં ત્રણ હજાર 200 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ત્રણ હજાર 200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 ના 66.7 કિલોમીટર લાંબા બરજાગુલી-કૃષ્ણનગર વિભાગના ચાર-માર્ગીય કાર્યનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ઉત્તર 24 પરગણા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 ના 17.6 કિલોમીટર લાંબા બરાસાત – બરજાગુલી વિભાગના ચાર-માર્ગીય કાર્યનો પણ શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ કોલકાતા અને સિલિગુડી વચ્ચે એક મહત્વપૂર્ણ પ્રોજેટ્સ બનશે અને મુસાફરીના સમયમાં લગભગ બે કલાકનો ઘટાડો કરશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશના આર્થિક વિકાસને સહિત પ્રવાસનને વેગ આપશે.