પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંગઠન-WHO ના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી આયુષ ક્ષેત્ર માટે એક મુખ્ય ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક મુખ્ય પહેલો શરૂ કરશે. તેઓ આયુષ ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા માટે વૈશ્વિક માપદંડ તરીકે કલ્પના કરાયેલ આયુષ માર્કનું પણ અનાવરણ કરશે.
આ સમિટનું આયોજન WHO અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ પરિષદમાં આરોગ્ય પ્રણાલીઓને સુધારવા પર ચર્ચા કરવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો,ચિકિત્સકો સહિત અનેક પ્રતિનિધિઓ એક સાથે જોડાશે.