ડિસેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે

જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે. શ્રી મોદી ઓમાનના વડા સુલતાન હૈથમ બિન તારિકના આમંત્રણ પર ઓમાનની મુલાકાતે છે.પ્રધાનમંત્રી મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.શ્રી મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા, ઓમાનમાં ભારતીય રાજદૂત જીવી શ્રીનિવાસે જણાવ્યું હતું કે બંને મિત્ર રાષ્ટ્રો આ કરાર અને રાહ જોઈ રહેલા કેટલાક અન્ય એમઓયુનો મહત્તમ ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને ખૂબ આશા છે કે CEPA પૂર્ણ થશે.