પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાના બે દિવસના પ્રવાસે પાટનગર અદીસ અબાબા પહોંચ્યા છે. તેઓ ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉક્ટર એબી અહમદ સાથે દ્વિપક્ષીય સંબંધ અંગે ચર્ચા કરશે. શ્રી મોદી આવતીકાલે ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે.
પ્રધાનમંત્રી મોદીનો ઇથોપિયાનો આ પહેલો પ્રવાસ છે. આ પ્રવાસ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવાની બંને દેશની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. ઇથોપિયા વિકાસશીલ દેશમાં ભારતનું વિશ્વાસપાત્ર ભાગીદાર છે. બંને પક્ષના સંવાદમાં ખેતી, ખાણકામ, ડિજિટલ માળખાગત સુવિધા, સોલાર ગઠબંધન અને સાયબર સુરક્ષા પર ખાસ કરીને વાતચીત થશે.
આ પહેલા શ્રી મોદી બે દિવસ જૉર્ડનના પ્રવાસે હતા. તેમણે અમ્માનમાં જૉર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય ઈબ્ન અલ હુસૈન સાથે વ્યાપક સંવાદ કર્યો અને બંને દેશના ઉદ્યોગ પ્રમુખના વેપાર મંચને સંબોધિત કર્યું. દરમિયાન અનેક કરારને અંતિમ સ્વરૂપ અપાયું અને આર્થિક સહકાર વધારવાના ઉપાય પર વિચાર-વિમર્શ કરાયો.
પ્રધાનમંત્રીએ જૉર્ડનની કંપનીઓને ભારતની સાથે ભાગીદારી અને તેના ગ્રાહક બજારનો લાભ ઉઠાવવા આમંત્રણ આપ્યું.
શ્રી મોદીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ જૉર્ડનના દ્રઢ સંકલ્પની પણ પ્રશંસા કરી.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૉર્ડનના પ્રવાસ બાદ ઇથોપિયા પહોંચ્યા.