ડિસેમ્બર 16, 2025 1:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઉચાઇએ લઇ જવાનો સંકલ્પ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોર્ડનની મુલાકાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું.
75 વર્ષના રાજદ્વારી સંબંધોને ઉજાગર કરતી અને 37 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા જોર્ડનની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી હતી. મીડિયાને માહિતી આપતા, સચિવ (દક્ષિણ) ડૉ. નીના મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું.
જોર્ડનના નેતૃત્વ સાથે વ્યક્તિગત વાટાઘાટો થઇ હતી. ત્યારબાદ પ્રતિનિધિમંડળ-સ્તરની ચર્ચાઓ થઈ હતી અને પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું,” વાટાઘાટોમાં આતંકવાદ મુખ્ય હતો, જોર્ડને ભારતના વલણને મજબૂત સમર્થન આપ્યું હતું.
ડૉ. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી, જેમાં ભારતમાં ફોસ્ફેટિક ખાતરોના મુખ્ય સપ્લાયર તરીકે જોર્ડનની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.