ડિસેમ્બર 16, 2025 9:04 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા છે.ગઈકાલે શ્રી મોદીએ અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને દેશના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બંને દેશ વચ્ચે ગાઢ ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથીકરણ સામે જોર્ડનના દૃઢ વલણની પ્રશંસા કરી હતી, અને ભાર મૂક્યો હતો કે ભારત અને જોર્ડન આતંકવાદનો સામનો કરવા માટે સમાન અભિગમ ધરાવે છે.ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાડત્રીસ વર્ષમાં જોર્ડનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ભારત અને જોર્ડન રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ ઉજવી રહ્યા છે.