પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા હતા. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત જોર્ડનના પ્રધાનમંત્રી ડૉ. જાફર હસન દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત માટે શ્રી જાફર હસનનો આભારી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમને ખાતરી છે કે આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાજા અબ્દુલ્લા અને જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસન સાથે વિગતવાર ચર્ચા કરશે. શ્રી મોદી અમ્માનમાં ભારત-જોર્ડન સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય સમુદાયને પણ મળશે, શ્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાની 75મી વર્ષગાંઠ સાથે થઈ રહી છે.
અમ્માનથી, પ્રધાનમંત્રી આવતીકાલે ઇથોપિયાની રાજધાની આદિસ અબાબા જશે. તેઓ આદિસ અબાબામાં ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબીય અહમદ અલી સાથે વિગતવાર ચર્ચા કરશે. શ્રી મોદી ભારતીય સમુદાય ને મળશે અને સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. અંતિમ તબક્કામાં, શ્રી મોદી બુધવારે ઓમાનના મસ્કત પહોંચશે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 8:08 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા