પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાતે જવા રવાના થયા છે. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાજા અબ્દુલ્લા બીજા ઇબ્ન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ રાજા અબ્દુલ્લા અને જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસન સાથે વિગતવાર ચર્ચા કરશે. શ્રી મોદી ઓમાનમાં ભારતીય સમુદાયને પણ મળશે, જેમણે ભારત-જોર્ડન સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શ્રી મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. ઓમાનથી પ્રધાનમંત્રી આવતીકાલે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા જશે. તેઓ અદ્દિસ અબાબામાં ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબીય અહમદ અલી સાથે વિગતવાર ચર્ચા કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને મળશે અને સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.
અંતિમ તબક્કામાં, શ્રી મોદી બુધવારે ઓમાનના મસ્કત પહોંચશે. આ મુલાકાત ભારત અને ઓમાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરશે. મસ્કતમાં, શ્રી મોદી ઓમાનના સુલતાન સાથે ચર્ચા કરશે અને ઓમાનમાં ભારતીય સમુદાયની એક સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાતે રવાના