ડિસેમ્બર 15, 2025 7:47 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જવા રવાના થશે.
મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાજા અબ્દુલ્લાહ બીજા ઇબ્ન અલ-હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી જોર્ડનના રાજા સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરશે અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી આવતીકાલે ઇથોપિયા માટે રવાના થશે. પ્રધાનમંત્રીની આ ઇથોપિયાની પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી ઇથોપિયાના પ્રધાનમંત્રી સાથે ભારત-ઇથોપિયા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે.
મુલાકાતના અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી ઓમાનની યાત્રા કરશે અને સુલતાન હૈથમ ઇબ્ન તારિક સાથે મુલાકાત કરશે.