ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારોને મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારો તરફી મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો.
એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં પાર્ટીને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પાર્ટી તિરુવનંતપુરમના વિકાસ માટે કામ કરશે અને લોકો માટે જીવન જીવવાની સરળતા વધારશે. શ્રી મોદીએ ચૂંટણીમાં સખત મહેનત કરવા બદલ પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર પણ માન્યો..