પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રી શાહે દેશની ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ અને ભારતીય લોકશાહીની મજબૂતાઈને નક્કર તથ્યો સાથે ઉજાગર કરી, વિપક્ષના કથિત જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો.
લોકસભામાં પોતાના ભાષણમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું, કે બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદીઓ તૈયાર કરવાની બાંહેધરી આપે છે અને ખાસ સઘન સુધારા-SIR તેની જવાબદારી છે.
SIR પર વિપક્ષના આરોપોને નકારી કાઢતા, શ્રી શાહે આરોપ લગાવ્યો કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે, આ મુદ્દા પર જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેનાથી દેશ, સરકાર અને ચૂંટણી પંચની છબી ખરાબ થઈ છે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી