ડિસેમ્બર 11, 2025 8:28 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી – દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ આતંકવાદની સખત ટિકા કરી અને આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાના અભિગમને વધુ મજબૂત કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. શ્રી મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત ન્યાયી અને ટકાઉ શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનને પુનઃપુષ્ટિ આપી.