રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે. આ ગીત 1875માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.
આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર રાષ્ટ્રને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળમાં જીવનનો સંચાર કર્યો.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ગીત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલા સપનાઓને પૂર્ણ કરવા માટે લોકોને પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે માતરમ 1875માં બ્રિટિશ સરકાર દ્વારા વિવિધ પ્રકારના જુલમ સામેના બળવા દરમિયાન લખવામાં આવ્યું હતું.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે બંગાળના ઘણા લેખકો અને કવિઓએ એવા ગીતો લખ્યા જે સ્વતંત્રતા ચળવળ દરમિયાન ઘણા લોકોને પ્રેરણા આપે છે. ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર, જેડી(યુ)ના દેવેશ ચંદ્ર ઠાકુર, ટીડીપીના ડૉ. બાયરેડી શબરી, શિવસેનાના શ્રીરંગ બાર્નેએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે.