પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) દરમાં 8 ટકાનો વધારો દેશની વધતી પ્રગતિનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે તે માત્ર એક આંકડો નથી, પરંતુ એક મજબૂત મેક્રોઇકોનોમિક પ્રતીક છે જે ભારતની વધતી જતી વૈશ્વિક અર્થવ્યવસ્થા તરીકેની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાની ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે પડકારો અને અનિશ્ચિતતાઓથી ઘેરાયેલી દુનિયામાં ભારતની પોતાની અલગ ઓળખ છે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 8:09 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે