ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વાટાઘાટો બાદ વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રો સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરાશે.રાષ્ટ્રપતિ પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતની રાજ્ય મુલાકાતે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રશિયન રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. મુલાકાતી મહાનુભાવ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.સાંજે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે, ભારત અને રશિયા તેમની વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણાની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.