ડિસેમ્બર 3, 2025 9:13 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો છે કે રાજભવન અને રાજ નિવાસના નામ બદલીને લોક ભવન અને લોક નિવાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે આને વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવા તરફની દેશની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું, જેમાં સેવા અને સુશાસન મુખ્ય પ્રાથમિકતાઓ રહેશે. શ્રી શાહે ઉમેર્યું કે છેલ્લા 11 વર્ષોમાં, નરેન્દ્ર મોદી સરકાર સત્તા કરતાં સેવાનો પર્યાય બની ગઈ છે, જ્યાં પ્રધાનમંત્રી પોતાને પ્રધાન સેવક માને છે અને લોકો માટે 24 કલાક અને સાત દિવસ કામ કરે છે.