નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી.
મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ પાસે આવેલા દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લેવા લોકોને અપીલ કરી હતી.
શ્રી મોદીએ ગુજરાતના ઇતિહાસની વાત વર્ણવતા કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન નવાનગરના જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીએ હજારો બાળકોને શરણ આપ્યુ હતું
આ ઉપરાં તેમણે કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા 10 વર્ષમાં ભારતના ખાદ્યાન્ન ઉત્પાદનમાં 100 મિલિયન ટનનો વધારો થયો હોવાનો પણ તેમણે મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો.