નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં, ગોવાએ માત્ર તેની મૂળ સંસ્કૃતિને જ સાચવી રાખી નથી પરંતુ સમય જતાં તેને બદલી પણ છે.
ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક કાર્યક્રમમાં, શ્રી મોદીએ ઐતિહાસિક મઠના સમાજમાં સતત યોગદાનની પ્રશંસા કરી. તેમણે મઠને ભાવિ પેઢીઓને પ્રેરણા આપતા મૂલ્યોના જતન માટેનો પાયો ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે આ સંસ્થાએ શ્રદ્ધા, માનવતા અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે નવા રામાયણ થીમ પાર્ક ગાર્ડન અને ભગવાન રામને સમર્પિત 10 હજાર ચોરસ ફૂટના સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ એક ખાસ ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો.