નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપી પહોંચ્યા, વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા

કર્ણાટકની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉડુપી પહોંચ્યા છે, તેઓએ ઉડુપી પર્યયા શ્રી પુથિગે મઠ દ્વારા આયોજિત કોટી ગીતા લેખન યજ્ઞ અભિયાન અને ગીતા પારાયણ તરીકે ઓળખાતા ભગવદ ગીતાના સામૂહિક પાઠમાં ભાગ લીધો હતો. તેમણેઁ સોનાથી જડિત તીર્થ મંડપમનું ઉદ્ઘાટન કરીને સોનાથી મઢેલી કનક કિંડી સમર્પિત કરી હતી.
અગાઉ કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીના બે કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન, રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ફૂલોનો વરસાદ કર્યો હતો. શ્રી મોદીએ તેમનું અભિવાદન સ્વીકાર્યું. રોડ શો દરમિયાન યક્ષગણ અને હુલિવેશા નર્તકોએ પ્રદર્શન કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી ઉડુપી શ્રી કૃષ્ણ મઠમ પહોંચ્યા અને ત્યાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાગ લીધો.
શ્રી મોદી શારદા પંચષ્ટમોત્સવ નિમિત્તે ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પરતાગલી જીવોત્તમ મઠના 550 વર્ષનાં ઉજવણી સમારોહમાં ભાગ લેશે. શ્રી મોદી મઠ ખાતે શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે અને રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે અને એક ખાસ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો બહાર પાડશે.