નવેમ્બર 28, 2025 6:30 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. શ્રી મોદી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે અને લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કૃષ્ણ ગર્ભગૃહની સામે સ્થિત સુવર્ણ તીર્થ મંત્રપનું ઉદ્ઘાટન પણ કરશે અને પવિત્ર કનકણ કિંડી માટે કનક કવચ સમર્પિત કરશે.
બાદમાં પ્રધાનમંત્રી શારદા પંચશત-મનોત્સવ નિમિત્તે ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તાગલી જીવોત્તમ મઠના 550મા વર્ષના સમારોહમાં ભાગ લેશે. શ્રી મોદી મઠમાં કાંસાથી બનેલી શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અને રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે અને ખાસ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ બહાર પાડશે.