પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના વિસ્તરણનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, સુધારાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, આ સુધારાઓ ભારતની ઉર્જા સુરક્ષા અને ટૅક્નોલૉજી ક્ષેત્રને નવી શક્તિ આપશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે એક મજબૂત ભૂમિકા નક્કી કરવામાં આવી રહી છે અને તેનાથી નાના મૉડ્યુલર રિએક્ટર, અદ્યતન રિએક્ટર અને ન્યૂક્લિયર નવિનતામાં તકનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સરકારે અવકાશ ક્ષેત્રને ખાનગી નવિનતા માટે ખોલી દીધું હોવાથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ, દેશના વૈજ્ઞાનિક માળખા સાથે મળીને કામ કરશે.