પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે.
તેમણે કહ્યું કે, સરકારે ખાનગી સંસ્થાઓ માટે અવકાશ ક્ષેત્ર ખુલ્લુ મૂક્યુ છે, જેનાથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો દેશના વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમ સાથે ઉત્સાહથી કામ કરી શકશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે 300 થી વધુ અવકાશ સ્ટાર્ટઅપ્સ ભારતના અવકાશ ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે. શ્રી મોદીએ ઉમેર્યું કે, સ્કાયરૂટનું ઇન્ફિનિટી પરિસર ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રતિબિંબ છે.
ઇસરોએ દાયકાઓથી ભારતની અવકાશ યાત્રાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તેની વિશ્વસનીયતા, ક્ષમતા અને મૂલ્ય દ્વારા, ભારતે વૈશ્વિક અવકાશ પરિદૃશ્યમાં એક અલગ ઓળખ ઉભી કરી છે.
Site Admin | નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું