પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટનાઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1નું પણ અનાવરણ કરશે, આરોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પણ લોન્ચ કરી શકે છે. આ અત્યાધુનિક કેમ્પસમાંબહુવિધ પ્રક્ષેપણ વાહનોની ડિઝાઇન, વિકાસ, સંકલન અને પરીક્ષણ માટે આશરે 2 લાખ ચોરસ ફૂટ કાર્યસ્થળ હશે, જેમાં દર મહિને એકઓર્બિટલ રોકેટ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે સ્કાયરૂટ ભારતની અગ્રણી ખાનગીઅવકાશ કંપની છે. ભારતીય ટેકનોલોજી સંસ્થાનના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો, પવન ચંદના અને ભરત ઢાકાતેના સ્થાપક ઉદ્યોગસાહસિક છે. નવેમ્બર 2022 માં, સ્કાયરૂટે તેનું સબ-ઓર્બિટલ રોકેટ, વિક્રમ-S લોન્ચ કર્યું, જે સાથે તે અવકાશમાં રોકેટ લોન્ચકરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની. ખાનગી અવકાશ સાહસોનો ઝડપી ઉદય છેલ્લા કેટલાકવર્ષોમાં સરકારના પરિવર્તનશીલ સુધારાઓની સફળતાનો પુરાવો છે.
Site Admin | નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે