નવેમ્બર 26, 2025 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. ભારત માને છે કે દેશમાં રોકાણ કરનારાઓ ફક્ત રોકાણકારો જ નહીં પરંતુ સહ-નિર્માતા પણ છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તેમને વિકસિત ભારતમાં ભાગીદારો માને છે.
શ્રી મોદીએ કહ્યું કે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટ આત્મનિર્ભર અને સક્ષમ ભારત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.