નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરીને બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખ્યો છે. રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપવામાં બંધારણની કાયમી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં નોંધ્યું છે કે ૨૦૧૫માં સરકારે પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને આહ્વાન કર્યું હતું કે તેઓ તેમના મનમાં તેમની ફરજોને પ્રથમ સ્થાને રાખે કારણ કે ભારત એક વિકસિત અને સશક્ત રાષ્ટ્રના નિર્માણના વિઝન તરફ આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ નાગરિકોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા માટે પણ વિનંતી કરી.