નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા-સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સુવિધા અત્યાધુનિક એવિએશન પ્રોપલ્શન એન્જિન માટે સફ્રાનની સમર્પિત જાળવણી, સમારકામ અને ઓવરહોલ-MRO સુવિધા છે. આ સુવિધા સાથે, પ્રથમ વખત, કોઈ વૈશ્વિક એન્જિન ઉત્પાદક ભારતમાં MRO કામગીરી સ્થાપિત કરશે. આ MRO સુવિધા ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના ધ્યેય તરફ એક મોટું પગલું હશે. MROમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાથી, વિદેશી વિનિમયનો પ્રવાહ ઓછો થશે, ઉચ્ચ-મૂલ્યની નોકરીઓનું સર્જન થશે, સપ્લાય-ચેઇન સ્થિતિસ્થાપકતા મજબૂત બનશે અને તે ભારતને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.