નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ધ્વજ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ પવિત્ર ધ્વજ એ વાતનો પુરાવો છે કે સત્ય આખરે અસત્ય પર વિજય મેળવે છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે લોકશાહી આ દેશના DNA માં છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક વ્યક્તિ, ખાસ કરીને સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે કામ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે રામ ભેદભાવ કરતા નથી અને સરકાર આ ભાવના સાથે આગળ વધી રહી છે.
આ પહેલા, પ્રધાનમંત્રીએ આજે સવારે અયોધ્યામાં રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીએ સપ્તમંદિરની મુલાકાત લીધી હતી.
જય શ્રી રામના નાદ સાથે શંખ નાદ અને વિશ્વના વિવિધ ખૂણામાંથી અયોધ્યા આવેલા હજારો રામ ભક્તોની હાજરી વચ્ચે, ધર્મ ધ્વજ સમારોહ શુભ વિવાહ પંચમી અને અભિજીત મુહૂર્તમાં યોજાયો હતો. સમારોહ સવારે ૧૧ વાગીને ૪૦ મિનિટે શરૂ થયો હતો. પ્રધાનમંત્રીએ બટન દબાવ્યું હતું અને ૧૧ વાગીને ૫૦ મિનિટે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સમગ્ર સમારોહમાં ચાર મિનિટથી વધુ સમય લાગ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂલો વરસાવ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી. દસ ફૂટ ઊંચા અને વીસ ફૂટ લાંબા જમણા ખૂણાવાળા ત્રિકોણાકાર ધર્મ ધ્વજમાં સૂર્ય છે, જે ભગવાન શ્રી રામના તેજ અને વીરતાનું પ્રતીક છે. આ તેજસ્વી સૂર્યની છબી સાથે, કોવિદાર વૃક્ષની છબી પણ અંકિત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.