નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે.
લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથવા MYGOV ઑપન ફૉરમના માધ્યમથી ઑનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. આ ઉપરાંત 1922 નંબર પર મિસ્ડ કૉલ કરીને અને ટૂંકી સંદેશ સેવા – SMSના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકશે. મંતવ્ય સ્વીકારવાનો છેલ્લો દિવસ 28 નવેમ્બર રહેશે.