નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. જે મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને આ ધર્મ ધ્વજ માત્ર એક ધ્વજ નહીં પરંતુ પુનર્જાગરણનો ધ્વજ છે અને રામ રાજ્યના સિદ્ધાંતો સાથે સર્જન માટેના સંઘર્ષની વાત કહે છે.
તેમણે કહ્યું કે, અયોધ્યા તેના ઇતિહાસમાં બીજી એક યુગની ઘટના જોઈ રહ્યું છે. અગાઉ શ્રી મોદીએ આજે સવારે અયોધ્યામાં એક રોડ શો યોજ્યો હતો અને બાદમાં સપ્તમંદિર અને શેષાવતાર મંદિરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લઈને રામલલ્લા ગર્ભગૃહમાં દર્શન અને પૂજા કર્યા હતા.