પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે.
અમારા સંવાદદાતાના જણાવે છે કે પ્રધાનમંત્રી મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત સપ્ત મંદિરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી શેષાવતાર મંદિર અને પ્રધાનમંત્રી માતા અન્નપૂર્ણા મંદિરની મુલાકાત લેશે તથા ગર્ભગૃહમાં રામ દરબારમાં પ્રાર્થના કરશે.
બપોરે લગભગ 12 વાગ્યે પ્રધાનમંત્રી પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ભગવા રંગની ધજા ફરકાવશે. જે મંદિરના નિર્માણની પૂર્ણતાનું પ્રતીક છે અને રાષ્ટ્રની એકતા અને પરંપરાગત વારસાની ઉજવણી કરે છે.
Site Admin | નવેમ્બર 25, 2025 8:29 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે