ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 7:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોહાનિસબર્ગમાં G20 નેતાઓના શિખર સંમેલનના ત્રીજા સત્ર – “બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય: મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય, કૃત્રિમ બુદ્ધિ” ને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજી નાણાકીય કેન્દ્રિત નહિ પરંતુ માનવ કેન્દ્રિત, રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક હોવી જોઈએ અને વિશિષ્ટ મોડેલ નહીં, પરંતુ ખુલ્લા સ્ત્રોત પર આધારિત હોવી જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ ટકાઉ વિકાસ, વિશ્વસનીય વેપાર, મુક્ત નાણાં અને બધા માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરતાં વિકાસના મહત્વ પર ભાર મૂક્યો. કૃત્રિમ બુદ્ધિના વૈશ્વિક હિત પર ભાર મૂકતા તેમણે પારદર્શિતા, માનવ દેખરેખ, ડિઝાઇન દ્વારા સુરક્ષા અને દુરુપયોગ અટકાવવાના સિદ્ધાંતો પર આધારિત વૈશ્વિક કરાર માટે હાકલ કરી. નવી દિલ્હી G20 સંમેલનમાં પ્રતિભા ગતિશીલતા પર થયેલી પ્રગતિને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે જૂથ આગામી વર્ષોમાં પ્રતિભા ગતિશીલતા માટે વૈશ્વિક માળખું સ્થાપિત કરવા માટે કામ કરે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.