ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 8:06 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 23 નવેમ્બર સુધી G20 નેતાઓના સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 20મી G20 નેતાઓના સંમેલનમાં ભાગ લેશે. વૈશ્વિક દક્ષિણમાં આયોજિત આ સતત ચોથુ G20 સંમેલન હશે.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સંમેલનમાં, પ્રધાનમંત્રી G20 એજન્ડા પર ભારતના દ્રષ્ટિકોણ રજૂ કરશે. પ્રધાનમંત્રી સંમેલનના ત્રણેય સત્રમાં ભાષણ આપે તેવી શક્યતા છે.G20 નેતાઓના સંમેલનની સાથે, શ્રી મોદી જોહાનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી પણ અપેક્ષા છે. તેઓ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે.