પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. આ સાથે જ ગુજરાતના 49 લાખ 31 હજાર ખેડૂતોના ખાતામાં 986 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી.
શ્રી મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો. કોયમ્બતૂરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક મોસમમાં એક એકર જમીન પર પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અને આશ્ચર્યજનક પરિણામ જોવા હાકલ કરી.
Site Admin | નવેમ્બર 19, 2025 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન યોજનાનો 21-મો હપ્તો જાહેર કર્યો