પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ પુટ્ટપર્થી ખાતે સાંઈ બાબાની મહાસમાધિ ખાતે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી.
શ્રી મોદીએ સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને ગહન આધ્યાત્મિક વારસાની ઉજવણી કરતો એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ બહાર પાડ્યો. તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ શરૂ કરી, જેનો હેતુ નાણાકીય સુરક્ષા દ્વારા કન્યાઓને સશક્ત બનાવવાનો છે.
આજે સવારે, પ્રધાનમંત્રીએ પ્રશાંતી નિલયમમાં મહાસમાધિ ખાતે ખાસ પ્રાર્થના કરી. તેમણે ગોદાનમ કાર્યક્રમમાં પણ ભાગ લીધો, જેમાં પરંપરાગત સમર્થન અને કૃતજ્ઞતાના ભાગ રૂપે ચાર ખેડૂતોને ગાયોનું દાન કરવામાં આવ્યું.
આ ઉજવણી શ્રી સત્યસાઈ બાબાને નોંધપાત્ર શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવી, જેમના ઉપદેશો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.
Site Admin | નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો.