પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિળનાડુના કોઇમ્બતુરથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 21-મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે.
કૃષિમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાશે. યોજનાના 21-મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખ 31 હજારથી વધુ ખેડૂત પરિવારને 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાશે. કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય અને મંજૂરીપત્રોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે.
Site Admin | નવેમ્બર 18, 2025 7:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે.-રાજ્યના 49 લાખથી વધુ ખેડૂતને સહાય ચૂકવાશે