નવેમ્બર 15, 2025 8:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડિયાપાડામાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે, જ્યારે પણ દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વશાસનનો પ્રશ્ન સર્જાયો ત્યારે ભારતનો આદિવાસી સમુદાય સૌથી આગળ ઊભો રહ્યો છે. ગુજરાતમાં નર્મદાના ડેડિયાપાડા ખાતે મહાન ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું, સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમુદાયના યોગદાનને દેશ ક્યારેય ભૂલી નહીં શકે.
શ્રી મોદીએ કહ્યું, આજે શ્રી ગોવિંદ ગુરુ પીઠ જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે, જ્યાં તમામ આદિવાસી સમુદાયની બોલીઓનો અભ્યાસ કરાશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ કેન્દ્રમાં તેમની સાથે સંકળાયેલી વાર્તાઓ અને ગીતો પણ સાચવવામાં આવશે. આજે સમગ્ર દેશમાં અનેક આદિવાસી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યા હોવાનું પણ શ્રી મોદીએ ઉંમેર્યું.
આ પહેલા શ્રી મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહામોગી માતા દેવમોગરા ધામમાં પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી. દેવમોગરી ધામ ખાતે આદિજાતિ સમાજનાં કુળદેવી પાંડોરા માતા બિરાજમાન છે.
અગાઉ આજે સવારે શ્રી મોદીએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રૅલવે કૉરિડોરના કામની સમીક્ષા કરવા સુરતમાં અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રૅનમથકની મુલાકાત લીધી. અંદાજે 508 કિલોમીટર લંબાઈનો આ કૉરિડોર ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત સુવિધા પરિયોજનાઓમાંથી એક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય અપાવવા બદ+લ બિહારના લોકોનો આભાર વ્યક્ત કર્યો. સુરતમાં રહેતા બિહારી સમુદાયને સંબોધતા શ્રી મોદીએ બિહારના મતદારોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, હવે બિહાર વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તૈયારી બતાવી રહ્યું છે, જે આ ચૂંટણીમાં જોવા મળ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.