નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પિડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા – દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા, જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્રોલી ખાતે હાઇ-સ્પીડ બુલેટ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને 2027 માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.. અહીંથી તેઓ ભરૂચના ડેડિયાપાડા ખાતે જવા નિકળ્યા હતા જ્યાંતેઓ બિરસામુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે.
તેમજ ગુજરાતને નવ હજાર સાતસો કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત જ્યારે તેઓ ડેડિયાપાડાનો કાર્યક્રમ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ પર પરત ફરશે ત્યારે સુરત ખાતે વસતા બિહારના લોકોને મળીને તેમનુ અભિવાદન ઝિલશે.