નવેમ્બર 14, 2025 7:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે – નર્મદામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે સવારે સુરતના નિર્માણાધીન બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લેશે. તેમજ 508 કિલોમીટરની લંબાઈના મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રૅલ કૉરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે, જે ભારતની સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પરિયોજનાઓમાંથી એક છે. આ અંગે સુરતના કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘીએ વધુ માહિતી આપી.
આ ઉપરાંત શ્રી મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે નર્મદામાં ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી કરાશે. ડેડિયાપાડા ખાતે યોજાનારા કાર્યક્રમમાં શ્રી મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારના અંદાજે નવ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશેનર્મદામાં આવતીકાલે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં શ્રી મોદીનું સ્વાગત કરશે. આ પ્રસંગે શ્રી મોદી કેન્દ્ર સરકાર તરફથી અંદાજે સાત હજાર 667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી અંદાજે બે હજાર 112 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.