નવેમ્બર 14, 2025 5:26 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે.
શ્રી મોદી નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરીને દેડિયાપાડાની મુલાકાત લેશે અને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ બનેલા એક લાખ ઘરોના ગૃહ પ્રવેશમાં ભાગ લેશે. તેઓ આદિવાસી વિસ્તારોમાં જોડાણ વધારવા માટે 748 કિમીના નવા રસ્તાઓ અને 14 આદિવાસી મલ્ટી-માર્કેટિંગ સેન્ટરોનો શિલાન્યાસ પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.