નવેમ્બર 11, 2025 9:17 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને ભૂટાન વચ્ચે ખાસ મિત્રતા અને સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે.
આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી અને ભૂટાનના રાજા, જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક એક હજાર વીસ મેગાવોટ પુનાત્સંગચુ-2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત અને ભૂટાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ભૂટાનના ચોથા રાજા, જિગ્મે સિંગ્ય વાંગચુકની 70મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત ઉજવણીમાં હાજરી આપશે અને તેમના સમકક્ષ ત્શેરિંગ ટોબગેને પણ મળશે. પ્રધાનમંત્રી થિમ્ફુમાં ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના પણ ભાગ લેશે.
ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ સાથે વાત કરતા, ભૂટાનમાં ભારતીય રાજદૂત સંદીપ આર્યએ કહ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.