પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની રચનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. તેમણે 8 હજાર 140 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસકામોમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેક્નિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, પ્રધાનમંત્રીએ 62 કરોડથી વધુની નાણાકીય સહાય સીધી 28 હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી.
જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે 9 નવેમ્બર એ ઉત્તરાખંડના લોકોના લાંબા સંઘર્ષ અને દ્રઢતાની પરાકાષ્ઠા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડબલ એન્જિન સરકાર ઉત્તરાખંડને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત પ્રયાસશીલ છે.
તેમણે કહ્યું કે ઉત્તરાખંડના સ્થાનિક ઉત્પાદનો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને રાજ્યના 15 કૃષિ ઉત્પાદનોને GI ટેગ મળ્યા છે. ફિલ્મ અને લગ્ન સ્થળ તરીકે રાજ્યની સંભાવના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરાખંડની નવી ફિલ્મ નીતિએ રાજ્યમાં શૂટિંગ સરળ બનાવ્યું છે અને તે ઝડપથી લગ્ન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડે છેલ્લા 25 વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
Site Admin | નવેમ્બર 9, 2025 7:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો – વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.