ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 9, 2025 8:33 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ભાગ લેવા માટે દહેરાદૂનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી પીએમ પાક વીમા યોજના હેઠળ અઠ્ઠાવીસ હજાર થી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 62 કરોડની સહાય પણ ટ્રાન્સફર કરશે.
પ્રધાનમંત્રી દ્વારા આજે ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં અમૃત યોજના હેઠળ દહેરાદૂન પાણી પુરવઠા સુવિધા, પિથોરાગઢ જિલ્લામાં વીજળી સબસ્ટેશન, સરકારી ઇમારતોમાં સૌર ઉર્જા પ્લાન્ટ અને નૈનીતાલમાં હલ્દવાની સ્ટેડિયમ ખાતે એસ્ટ્રોટર્ફ હોકી મેદાનનો સમાવેશ થાય છે. શ્રી મોદી બે મુખ્ય જળ ક્ષેત્રની યોજના સોંગ ડેમ પીવાના પાણી પ્રોજેક્ટ અને નૈનીતાલમાં જામરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અન્ય પ્રોજેક્ટ્સમાં પાવર સબસ્ટેશન, ચંપાવતમાં મહિલા રમતગમત કોલેજની સ્થાપના અને નૈનિતાલમાં અત્યાધુનિક ડેરી પ્લાન્ટનો સમાવેશ થાય છે.