નવેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા તૈયાર કરાયેલ સામૂદાયિક મધ્યસ્થી તાલીમ મોડ્યુલનો પણ પ્રારંભ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે છે જ્યારે દરેક વ્યક્તિ, સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ન્યાય મેળવે. તેમણે સ્થાનિક ભાષાઓમાં કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) એ જરૂરિયાતમંદ નાગરિકોને કાનૂની સહાય અને સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બે દિવસીય સંમેલનમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ, જેમ કે કાનૂની સહાય સંરક્ષણ સલાહ પ્રણાલી, પેનલ વકીલો, પેરાલીગલ સ્વયંસેવકો, કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે.