પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્રેન ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવી છે.
તેમણે કહ્યું કે આજે ચાર નવી વંદે ભારત ટ્રેનો – બનારસ-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ – ના લોન્ચ સાથે દેશમાં દોડતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા 160 થી વધુ થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના વિકસિત દેશોમાં માળખાગત સુવિધાઓના વિકાસે તેમના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યારે ક્યાંક રોડ અને રેલ સુવિધાઓ વિકસિત થાય છે, ત્યારે વિકાસ ત્યાંથી શરૂ થાય છે. આજે, ભારત પણ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, ઉત્તર પ્રદેશના વિકાસથી વધુ પર્યટનની તકો ખુલી છે.
શ્રી મોદીએ જણાવ્યુ હતું કે આરોગ્ય સેવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
Site Admin | નવેમ્બર 8, 2025 1:25 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી.